મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ક્રાઈમ

અંજારમાં સગીરાને લગ્નની  લાલચ આપી લઈ જઈ દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

18 November


ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરા સાથે પરિચય કેળવી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ : લગ્ન કરવાની અને કોઈને વાત ન કરવાની ધમકી આપનાર ભુજના ૩૨ વર્ષીય સાહિલ ઇલિયાસ કુંભારની અંજાર પોલીસે કરી ધરપકડ

ગાંધધામ - કચ્છ ઉદય : અંજારના યાદવનગર વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર બનાવમાં અંજાર પોલીસે ભુજના સાહિલ ઇલિયાસ કુંભાર (ઉં.વ.૩૨)ની ધરપકડ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને તેને લગ્ન કરવાની લાલચ આપી પોતાની સફેદ કલરની કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ સગીરા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો તેમજ આ બાબતે કોઈને જાણ ન કરવા અને લગ્ન કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ મામલે સગીરાના પિતાની ફરિયાદના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩૨૬૧૫૦૧ હેઠળ મ્દ્ગજીની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(સ્), ૩૫૧(૨) તથા પોક્સો એક્ટની કલમ ૪(૨), ૬ મુજબ ગુનો નોંધાયો હતો. અંજાર પોલીસે આરોપી સાહિલ ઇલિયાસ કુંભારને તા.૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૫ઃ૧૫ વાગ્યે ઝડપી પાડ્યો હતો. ગુનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણીઓ