મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
સ્થાનિક સમાચાર

ગાગોદર નેશનલ હાઇવે પર ટ્રેઇલરની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત

18 November


ગાંધીધામ : ગાગોદર-સામખિયાણી નેશનલ હાઇવે પર પુરઝડપે દોડતા વાહનોનો વધુ એક ભોગ નિર્દોષ યુવાન બન્યો છે. દેવનારાયણ હોટલ સામે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાઇકલ સવાર યુવકનું મોત નીપજ્યું છે.ઘટનાની વિગત મુજબ, લાકડીયાના લખમસરી વાસમાં રહેતા ગોવિંદભાઇ રાયધણભાઇ કોલી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, કોઈ અજાણ્યા ટ્રેઇલરના ચાલકે પોતાના કબ્જાનું વાહન ફૂલ સ્પીડમાં બેદરકારીથી ચલાવી મોટરસાઇકલ (જી.જે.-૩૯-ટી-૭૯૨૨) ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર પ્રવિણભાઇ દેવરાજભાઈ કોલી (રહે. લલીયાણા, તા. ભચાઉ) ને શરીરના ગંભીર ભાગોએ ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ગાગોદર પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ