જય કિસાન જય બલરામના નાદ સાથે નખત્રાણામાં વિશાળ શોભાયાત્રા નીકળી
નખત્રાણા - કચ્છઉદય : ભારતીય કિસાન સંઘ ગ્રામ સમિતિ દ્વારા ખેડૂતોના ઇષ્ટદેવ એવા ભગવાન બલરામની જન્મ જયંતિ કિસાન સંઘના પ્રમુખ જગદીશભાઈ કેસરાણીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બલરામની આ આયોજનની ૨૬માં વર્ષની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સૌપ્રથમ સવારના હવન અને ત્યારબાદ ભગવાન ઈષ્ટદેવની મહાઆરતી કરી અને શોભાયાત્રાનું પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજમાંથી શરૂઆત કરવામાં આવેલ ભગવાન બલરામની વેશભૂષા સાથે શોભાયાત્રા નિકળી હતી. ખેડૂત પુત્ર લોહ પુરૂષથી જાણીતા એવા સરદાર પટેલની પ્રતિમાને પણ ફૂલહારથી યાદ કર્યા હતા. ભગવાન બલરામની વેશભૂષા યોગેશભાઈ કાંતિભાઈ રૈયાણી કરેલ હતી. શોભાયાત્રા સવારના આઠ કલાકે નખત્રાણા શહેરમાં નીકળેલ જય જવાન જય કિસાન જય બલરામનો નાદ નગરમાં ગુંજ્યો હતો. અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, લાલજીભાઈ રામાણી, કિસાન સંઘના જિલ્લાના મંત્રી વાલજીભાઈ લીંબાણી, તાલુકા પ્રમુખ શિવદાસભાઈ કેસરાણી, રવજીભાઈ, મોહનભાઈ લીંબાણી, પ્રદીપભાઈ યાદવ, ચંદુભાઈ મનોજભાઈ રૈયાણી, અરવિંદભાઈ રૈયાણી, હિતેન્દ્રભાઈ કેસરાણી, દીપેશભાઈ, ભાવિનભાઈ છાભૈયા તેમજ આજુબાજુના ગામોની ગ્રામ સમિતિઓના સભ્યો હાજર રહી શોભાયાત્રામાં જોડાયા હતા. સવારના ભાગમાં ચાલુ વરસાદ હોવા છતાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ખેડૂતો એકત્રીત થયા હતા. બલરામ ભગવાનનેે યાદ કર્યા હતા સારો વરસાદ વરસે અને વનરાઈ ખીલી ઉઠે ખેડૂતોના પાક ખીલી ઉઠે તે માટે બલરામ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. નખત્રાણા શહેરને વહેલી તકે નર્મદાના નિર મડે તો નખત્રાણા શહેર નહીં પણ તાલુકામાં ઉજ્જર ખેતી ફરી ખીલી ઉઠે તેવું કિસાન સંઘના પ્રમુખ જગદીશભાઈ કેસરણીએ જણાવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા સુનિલભાઈ નાથાણી, અમૃત ભોજાણી, નવીન ભોજાણી, નિલેશ પાંચાણી, તુલસીદાસ નાથાણી, પંકજભાઈ રૈયાણી સાથે યુવા કિસાન સંઘના પ્રમુખ હરેશભાઈ સુરાણી, હિતેશ રાજાણી, દિવ્યેશ કેસરાણી, પુષ્કર કેસરાણી, મનોજ પાચાણી, નરસિંહભાઈ સુરાણી, વિરેન્દ્ર કેસરાણી તેમજ ભારતીય કિસાન સંઘના મહિલા મંડળ જોડાયું હતું. બંદોબસ્તમાં સેવા પીએસઆઇ રાજેશ બેગડીયા તેમજ તેમના સ્ટાફ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી. સંચાલન ભરતભાઈ નાથાણીએ અને આભારવિધિ ઝવેરભાઈ કેસરાણીએ કરેલ હતી.
------

Comments